16 નવેમ્બરના રોજ મહેસાણાથી રણુંજા રામદેવ પીરના મંદિરે દર્શન કરવા માટે નાગલપુરના સંઘમાં પગપાળા નીકળેલા કાકી-ભત્રીજાનું પોખરણ નજીક વાહનની ટક્કરે ગંભીર ઇજાઓથી મોત થયું હતું. સોમવારે રાત્રે બંનેની મહેસાણા ખાતે અંતિમક્રિયા કરાઈ હતી. રાજસ્થાનમાં બનેલી અકસ્માતની ઘટનાને લઈ નાગલપુરના રબારી સમાજમાં શોકની લાગણી પ્રસરી ગઇ છે.