કેન્દ્ર સરકાર દ્વારા બજેટ રજૂ કરતા પહેલા નાગરિકોના સૂચન નાણામંત્રાલય દ્વારા મંગાવવામાં આવે છે. તે જ રીતે હવે નાણાકીય વર્ષ 2024-25ના બજેટ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના નાગરિકો પાસે સૂચન મંગાવવામાં આવ્યા છે. શહેરીજનોને પુરી પાડવામાં આવતી વિવિધ પ્રજાલક્ષી સુવિધાઓ જેવી કે રોડ, ગટર, પાણી લાઈટ, સફાઈ અને વિકાસના કામો વગેરે બાબતોના સૂચનો મંગાવવામાં આવ્યા છે. અમદાવાદીઓ 29 અને 30 નવેમ્બર એમ 2 દિવસ નામ, મોબાઈલ નંબર અને ઈમેલ સાથે amcbudget202425@gmail.com પર પોતાના સૂચનો મોકલી શકે છે