હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણમાં શૈક્ષણિક અને વિદ્યાર્થીલસી અન્ય સુવિધાઓનો વિસ્તાર કરવા માટે સરકાર દ્વારા વધુ કરોડો રૂપિયાની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે. આ ગ્રાન્ટ માંથી આગામી સમયમાં યુનિવર્સિટીના વડાલી કેમ્પસમાં 13.50 કરોડના ખર્ચે સેન્ટ્રલ લાઈબ્રેરી નિર્માણ તેમજ પાટણ યુનિવર્સિટી કેમ્પસમાં ત્રણ લેડીઝ હોસ્ટેલોના એક્સટેન્શનની કામગીરી માટે 7.72 કરોડની ફાળવણી કરી છે.