ગુજરાત વિધાનસભાના ધારાસભ્યો માટે વિધાનસભાથી માત્ર 2 કિમીના અંતરે નવા ધારાસભ્ય આવાસનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. સેક્ટર -17 ખાતે 247 કરોડના ખર્ચે કુલ 9 માળના 12 ટાવરમાં 216 આવોસોનું નિર્માણ કામ હાલના તબક્કે પ્રગતી હેઠળ છે. જે આગામી ઓક્ટોબર સુધી પૂર્ણ થવાની સંભાવના છે.