ફૂડ વિભાગે 3 માસ અગાઉ લીધેલ સેમ્પલ સબસ્ટાન્ડર્ડ હોવાનો રિપોર્ટ...
મહેસાણા જિલ્લામાં ફૂડ વિભાગ દ્વારા મહેસાણા, ખેરાલુ, ઊંઝા, બહુચરાજી, કડી વગેરે સ્થળોએથી ત્રણ મહિના દરમ્યાન લેવાયેલા ઘી, તેલ, મિનરલ પાણી અને પનીરના સેમ્પલ રિપોર્ટ સરકારી લેબોરેટરીમાંથી આવ્યા છે. જેમાં 11 ફર્મના ઘી, તેલ, પાણી, પનીરના સેમ્પલ ફેઇલ એટલે કે સબસ્ટાન્ડર્ડ હોવાનો રિપોર્ટ આવતા આ તમામ સામે અધિક નિવાસી કલેકટરની એડજ્યુકેટિંગ કોર્ટમાં કેસ કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. જેમાં કેસ સાબિત થયે રૂ. પાંચ લાખ સુધીનો દંડ થઇ શકે છે.