રાજ્યના ગોંડલમાં આવેલા ઐતિહાસિક બ્રિજના સમારકામ મામલે ગુજરાત હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી કરવામાં આવી છે.ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકારને સવાલ કરતા પૂછ્યું કે અત્યાર સુધી સરકાર શા માટે કુંભકરણની નિંદ્રામાં હતી? બ્રિજના સમારકામના લઈને શા માટે અત્યાર સુધી ઉદાસીનતા રાખવામાં આવી હતી. જે બાદ રાજ્ય સરકાર વતી સરકારી વકીલએ જવાબ રજૂ કરતા જણાવ્યું હતું કે સરકાર આ સમગ્ર મામલાને હવે ગંભીરતાથી લઈ રહી છે અને જરૂર પડીએ બ્રિજને તોડીને નવા બ્રીજ બનાવવાની તૈયારી પણ રાખી છે.