પતિ અને સાસુ સાથે ઝઘડો કરી માર મારી બે બાળકોને લઈ જઈને પિયરમાં રહેતી પત્નીને છૂટાછેડા આપવા માટે પતિએ અરજી કરી હતી. જેની સામે પત્નીએ ભરણપોષણની અરજી કરી હતી. પત્નીએ ખાધાખોરાકી પેટે રૂ.35 હજાર ખર્ચ પેટે માગ્યા હતાં. જે અરજી ફેમિલી કોર્ટે ફગાવી દીધી હતી. અને કોર્ટે આકરું વલણ અપનાવી પત્નીને તેના પતિને ખર્ચ પેટે રૂ.25 હજાર 2 મહિનામાં ચૂકવી આપવા આદેશ કર્યો હતો.