પોલીસ કમિશનર જી એસ મલિક દ્વારા તાકીદની સુચના આપી છે કે, ટ્રાફિક પોલીસની ગતિવીધી તેમના કામ કરવાની પધ્ધતિ પર નિયંત્રણ કરવાની આવશ્યતા છે. જેથી આ માટે ટીઆરબી અને ટ્રાફિક વિભાગના સ્ટાફ પર સુપરવિઝન કરવા માટે અમદાવાદના તમામ સુપરવાઇઝરી અધિકારીઓને મહિનામાં ઓછામાં ઓછુ એકવાર ખાનગી વાહનમાં અને ડ્રેસમાં ટ્રાફિકના વિવિધ પોઇન્ટ પર આકસ્મિક ચેકિંગ કરવા માટે જણાવવામાં આવ્યું છે.