દેશની આંતરિક સુરક્ષા પર કામ કરતી સાયબર ક્રાઈમ સહિતની ગૃહ વિભાગની સાત સંસ્થાના ઉચ્ચ અધિકારીઓ આજે ગાંધીનગર એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાવાના છે. સાંજ સુધી ચાલનારી આ બેઠકમાં 7 રાષ્ટ્રીય સંસ્થાના ઉચ્ચ અધિકારીઓ તથા ગુજરાત પોલીસના અધિકારીઓ પણ હાજર રહેશે. સ્વર્ણીમ સંકુલ 1 ખાતે આયોજીત આ કોન્ફરન્સમાં દેશની કાયદો અને વ્યવસ્થાને લગતા અનેક મુદ્દા પર ચર્ચા કરવામાં આવશે.