કચ્છના ગાંધીધામમાં શ્રી બાગેશ્વર ધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની હનુમંતકથા ચાલી રહી છે રોજ હજારો ભક્તો કથા શ્રવણ કરવા આવે છે,આ દરમિયાન કચ્છના મહેમાન બનેલા શ્રી બાગેશ્વર ધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ કચ્છના વિશ્વ પ્રસિદ્ધ સફેદ રણની મુલાકાત લીધી હતી અને સફેદ રણમાં ઊંટ સવારી પણ માણી હતી.સાથે જ કચ્છનું લોકસંગીત માણ્યું હતું તો હનુમાન દાદાના ભક્ત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી કચ્છની બોર્ડર પર સ્થિત ભેડિયા બેટ હનુમાનજી મંદિરના દર્શન કર્યા હતા.