અયોધ્યા નગરીમાં 22 જાન્યુઆરી 2024ને સોમવારના દિવસે યોજાનાર રામલલ્લા મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે ગુજરાતની તમામ પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક બંધ રાખી રજા આપવા તેમજ તે સપ્તાહ દરમિયાન વિવિધ કાર્યક્રમ, સ્પર્ધાઓ યોજવા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંધ ગુજરાત દ્વારા મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરાઈ છે.