બોરીઆવી પાલિકામાં દુષિત પાણીને લઇ ગ્રામજનોએ મચાવ્યો હોબાળો...
આણંદ તાલુકાના બોરીઆવી નગરમાં છેલ્લા 2 માસથી ઉમિયાનગર, લીમડી ચોક, પ્રજાપતિ નિવાસ સહિતના વિસ્તારમાં પીવાનું પાણી દુષિત આવતુ હોવાથી ઘેર ઘેર બિમારીના ખાટલા ખડકાયા હતા. દુષિત પાણી પીવાના કારણે 100થી વધુ લોકો કમળો, ટાઇફોડ, તાવ સહિતની બિમારીમાં સપડાયાં છે. જેના કારણે મહિલાઓ અને ગ્રામજનોએ પાલિકામાં જઇને 3 કલાક સુધી ભારે હોબાળો મચાવીને ચીફ ઓફિસર સમક્ષ રોષ ઠાલવ્યો હતો.