નવસારીમા કન્જક્ટિવાઇટિસ ચેપી રોગનો વાવર...
નવસારી જિલ્લામાં આંખ આવવાનો ચેપી રોગ કન્જક્ટિવાઇટિસ ફેલાયો છે અને હાલ રોજ અંદાજે 1000થી વધુ લોકોને ચેપ લાગી રહ્યો છે. ત્રોમાંથી મળતી માહિતી મુજબ જિલ્લામાં આવેલ પીએચસી, સીએચસી વિગેરે મળી અગાઉ તો 200થી 250 કેસ આવતા હતા પણ હાલ રોજ 500 જેટલા કેસ નોંધાઇ રહ્યાની જાણકારી મળી છે. આ ઉપરાંત ખાનગી તબીબો પાસે પણ ઘણા કેસો આવી રહ્યાં છે.જેથી ચેપગ્રસ્ત દર્દીનો આંકડો વધી રહ્યો છે.