વાગરા તાલુકામાં રહેતાં એક શખ્સના કાકાની જમીનમાં હયાતીનું પઢીનામુ તૈયાર કરવાનું હતું. જેના પગલે તેમણે વાગરા મામલતદાર કચેરી ખાતે ગયાં હતાં. જ્યાં તેમનો સંપર્ક રેવન્યુ તલાટી નરસિંહ લખમાજી ચૌધરી ( હાલ રહે. હાઉસિંગ બોર્ડ, વાગરા, મુળ રહે. અરંટવા, તા. થરાદ, જી. બનાસકાંઠા) સાથે થયો હતો. જેના પગલે તેમણે હયાતીનું પેઢીનામું કરાવી આપવા માટે તેમની સાથે વાતચિત કરતાં નરસિંહ ચૌધરીએ તેમના કામ માટે વ્યવહા કરવો પડશે તેમ જણાવી 1000 રૂપિયાની માંગણી કરી હતી