વલસાડ રૂરલ પોલીસની ટીમેં પેટ્રોલિંગ દરમ્યાન કારને અટકાવવાનો ઈશારો કરતા કાર ચાલકે પોલીસની ખાનગી કારને ટક્કર મારી ભાગી ગયો હતો. ત્યારબાદ કારચાકની પૂછપરછ માં ખોટી નંબર પ્લેટ લગાવી હોવાનું અને પોલીસે પીછો કરતા બુટલેગરને ત્યાં વિદેશી દારૂનો જથ્થો ઉતારી આવ્યો હોવાની કબૂલાત કરી હતી. જેથી વલસાડ રૂરલ પોલીસે કાર ચાલકની અટકાયત કરી હતી. જે દરમ્યાન ચીંચાઈ ગામના સરપંચ પતિ દશરથ પટેલે તેના સાગરીતો સાથે પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કર્યો હતો. અને પોલીસે કાર્યવાહી કરી તો જાતે કાચનો ગ્લાસ હાથમાં મારી ઇજા પહોંચાડી હોવાની માહિતી સાંપડી છે.