ખેડા જિલ્લાના નડિયાદની નજીક આવેલા બિલોદરા ગામમાં સિરપ પીધા બાદ પાંચ લોકોના મોત બાદ ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાંચ દ્વારા અડાલજ પોલીસ મથકની હદમાં આવેલ પોર ગામમાં પાન પાર્લરની આડમાં આર્યુવેદીક સિરપના નામે ચાલતાં નશાનાં કારોબારનો પર્દાફાશ કરી નશાયુક્ત 90 બોટલોનાં જથ્થા સાથે બે દુકાનદારની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ સિવાય પણ અડાલજ પોલીસે ઝૂંડાલમાં રેડ કરીને પાન પાર્લરની આડમાં નશાયુક્ત સિરપ વેચતા ઈસમને કુલ - 59 બોટલો સાથે ઝડપી લેવામાં આવ્યો છે.