અમદાવાદ જિલ્લાના અડાલજ ગામની સીમમાં વીરસંગ વાધેલાએ પત્ની રાણી રૂડીબાઈની માટે વાવનું બાંધકામ શરૂ કરાવ્યું હતું. પરંતુ તે યુદ્ધમાં માર્યો ગયો હતો. વીરસંગના મૃત્યુ પછી વાવનું બાંધકામ અટકી પડ્યું હતું. મહમદ બેગડો રાણી રૂડીબાઈના રૂપથી અંજાઈને તેમને લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. રાણી રૂડીબાઈએ શરત રાખી કે જો મહમદ વાવનું કામ પૂર્ણ કરાવશે તો તેની સાથે લગ્ન કરશે, કારણ કે રાણીને તેમના પતિની ઈચ્છા પૂર્ણ કરીને પ્રજા કલ્યાણનું કામ પૂર્ણ કરવું હતું. તેના પછી મહમદ બેગડાએ વાવનું નિર્માણ ઇ.સ. ૧૪૯૯માં પૂર્ણ કરાવ્યું હતું. રાણી રૂડીબાઈ ત્યારબાદ વાવનું બાંધકામ જોવા ગયા. તેમનો ઉદ્દેશ્ય પૂર્ણ થઈ ગયેલ લાગતા તેમણે વાવમાં જંપલાવીને આત્મહત્યા કરી લીધી. આથી આ વાવને રૂડીબાઈની વાવ પણ કહેવામાં આવે છે