શહેરમાં પાલતું પશુ રાખવા અંગે મ્યુનિ.એ બનાવેલી નવી ઢોર ત્રાસ અંકુશ નીતિ હેઠળ હવે લાઇસન્સ નહીં હોય તેવા ઢોર શહેરની હદમાં રાખી શકાશે નહીં. આ ઢોર રસ્તે રઝળતાં પકડાશે તો મ્યુનિ. તેને ડબે પૂરી દેશે. એકવાર ઢોરવાડે મોકલવામાં આવ્યા પછી પશુમાલિકને કોઈપણ સંજોગોમાં તે પરત કરવામાં આવશે નહીં. શુક્રવારે કોર્પોરેશને રસ્તે રઝળતાં તેમજ લાઇસન્સ વગરના 88 ઢોર પકડીને ડબે પૂર્યા હતા.