ભરૂચના કોઠી ગામે રહેતાં ઇર્ષાદ ઇસ્માઇલ બક્ષએ મિત્ર અફઝલ સાકેરિયાને પોતાની સાથે સુવા માટે બોલાવતાં મળસ્કે પોણા પાંચ વાગ્યે અફઝલ ઘરે જવાનું કહીં નિકળી ગયો હતો. દરમ્યાન મકાનમાં ચોરી થયા અંગે પોલીસે ગુનો નોંધીતપાસ શરૂ કરી હતી. જેમાં પ્રાથમિક તબક્કે જ ઇર્ષાદનો મિત્ર અફઝલ શંકાના દાયરામાં હોઇ તેની અટકાયત કરી પુછપરછ કરતાં તેણે જ ચોરીના કારસાને અંજામ આપ્યો હોય પેટી પલંગમાં મુકેલાં રૂપિયા દાગીના તકનો લાભ ઉઠાવી ચોરીની કબૂલાત કરી હતી.