ગાંધીનગર મહાનગર પાલિકાની મળેલી સામાન્ય સભામાં કોર્પોરેશનના વિકાસ કામો માટે ૫૦ કરોડ રૃપિયાના બોન્ડ બહાર પાડવાની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી હતી. જેને હવે મંજૂરી અર્થે સરકારમાં મોકલી આપવામાં આવશે આ ઉપરાંત ફાયર બ્રિગેડના એનઓસીના દરોમાં વધારા સહિતની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી હતી. આ ઉપરાંત ગાંધીનગર શહેરમાં ગુજરાત સ્લમ રિહેબિલિટેશન પોલીસી હેઠળ કોર્પોરેશન દ્વારા પણ ઝુપડપટ્ટી વિસ્તારનો સર્વે કરીને તેમના પાકા આવાસ આપવાનું આયોજન છે