ગાંધીનગર જિલ્લાના ખોરજમાં ૫૧૪૪ ચોરસ મીટર જમીન ખેડૂતની જાણ બહાર વેચી દેવાના કાવતરાનો પર્દાફાશ થયા બાદ ૧૧ જેટલા આરોપીઓને પકડવામાં આવ્યા હતા જેમને કોર્ટમાં રજુ કરતા સોમવાર સુધીના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા છે. મુખ્ય સુત્રધાર જીતુ ગોસ્વામી ખરીદનાર પાર્ટી શોધીને મળતીયાઓ મારફતે અસલ ખેડૂતોના બોગસ ડોક્યુમેન્ટ ઉભા કરતો હતો.