ખેડા જિલ્લામાં આયુર્વેદિક સિરપ પીધા બાદ પાંચ લોકોના મોતને પગલે પાટણ એસઓજી અને એલસીબી ઠેર ઠેર તપાસ હાથ ધરતાં શુક્રવાર સવારે સમી તાલુકાના અનવરપુરા ગામના રહેણાંક મકાનમાંથી સિરપની 5300 બોટલ પકડી અંદાજે 7.32 લાખ જથ્થો જપ્ત કર્યો છે. આ સિરપ હાનિકારક છે કે કેમ મામલે તપાસ અંગે સેમ્પલ એફએસએલમાં મોકલ્યા છે. સેમ્પલના રિપોર્ટ આધારે આગળની કાર્યવાહી કરાશે.