વલસાડ તાલુકાના ડુંગરી ગામે રેલવે સ્ટેશન પાસે સિગન્લ ફેલ્યોરની સમસ્યા સર્જાતાં મુંબઇ અમદાવાદ વચ્ચેનો ટ્રેન વ્યવહાર 30 મિનિટ ખોરવાઇ ગયો હતો.સિગ્નલ ફેલ્યોરની જાણ થતાં જ ડુંગરી સ્ટેશન માસ્ટરે સ્થાનિક ટીમને મેસેજ જારી કર્યા હતા.ટેક્નિકલ સ્ટાફ અને અધિકારીઓમાં આ મુદ્દે દોડધામ મચી ગઇ હતી. ટીમે સ્થળ પર પહોંચી રેલવે સિગન્લ મેન્યુઅલ ચલાવી રેલ વ્યવહાર કાર્યરત કર્યો હતો.