આણંદ પાલિકા હસ્તક આવેલ ગણેશ ચોકડી ક્વાર્ટર્સ જર્જરીત હોવાથી ખાલી કરી દેવા આદેશ કર્યો છે. બીજી તરફ ક્વાર્ટર્સમાં 20 વર્ષથી વસવાટ કરતા કાયમી અને રોજમદાર 25 જેટલા કર્મચારીઓને બે દિનમાં ક્વાર્ટર્સ ખાલી કરી દેવા પાલિકાએ સુચનાઓ આપી હોવાથી કફોડી હાલતમાં મૂકાયા હતાં.