બેંકોમાંથી લોન લઇને સાત વર્ષ પહેલા આશરે રૃ. ૨૦૦ કરોડનું ઉઠમણું કરનાર વડોદરાના શ્રી મુક્ત જ્વેલર્સના સંચાલકો સામે અનેક ગ્રાહકોએ પણ છેતરપિંડીની ફરિયાદો નોધાવી હતી. જે પૈકી ચેક રિટર્નના એક કેસમાં વડોદરા કોર્ટે શ્રી મુક્ત જ્વેલર્સના ડાયરેક્ટર હર્ષ ગોપાલભાઇ સોનીને ૧૮ મહિના જેલની સજા અને રૃ.૬૫.૨૦ લાખનો દંડ ફટકાર્યો છે.