શહેરમાં જાહેર રોડ ઉપર કચરો ફેંકવા, ગંદકી કરવા, પેપર કપનો ઉપયોગ, પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ, વેચાણ અને સંગ્રહ કરવા બદલ મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવતી હોય છે. દક્ષિણ પશ્ચિમ ઝોન વિસ્તારમાં એસજી હાઇ-વે ઉપર આવેલા YMCA ક્લબની બહાર રોડ ઉપર પાણી ઢોળવામાં આવ્યું હતું. જેના કારણે ગંદકી થઈ હતી. આ મામલે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરિયાદ મળી હતી.