કચ્છમાં વરસાદે પ્રારંભે જ ભુક્કા કાઢી નાખ્યા..!!
છેલ્લા કેટલાક વર્ષથી વરસાદની પેટ્રન બદલાઈ છે,કચ્છમાં પહેલા મૌસમનો કુલ વરસાદ ખુબ ઓછો પડતો પરિણામે અનેક પશુપાલકોને ઘાસચારા માટે હિજરત પણ કરવી પડતી જોકે હવે કચ્છ માથે મેઘરાજા મેહેર વરસાવી રહ્યા છે,વીતેલા 24 કલાકમાં કચ્છમાં અનેક વિસ્તારોમાં ફરી મુશળધાર વરસાદ નોંધાયો હતો સૌથી વધુ કચ્છના અબડાસા અને ભચાઉમાં વરસાદ વરસ્યો હતો,તેમજ સિઝનનો પણ લગભગ 130 ટકાને પાર કરી ગયો છે.