રાજ્યભરમાં લોકોને સીપીઆર નું મહત્વ અને કાર્ડિયાક એરેસ્ટ વખતે લોકોનો જીવ બચાવામાટે તેની ભૂમિકા વિશે માહિતી આપવામાં આવી રહી છે અને તેની સાથે સીપીઆર કોને અને કેવી સ્થિતિમાં આપવું તેનું તબીબો દ્વારા માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. અને તેના ભાગરૂપે જિલ્લાની વિવિધ શૈક્ષણિક સંકુલના શિક્ષકોને સીપીઆરની તાલીમ આપવામાં આવી રહી છે.જેમાં ખેડા જિલ્લાના 2800 શિક્ષકોએ સીપીઆર આપવાનું માર્ગદર્શન મેળવ્યું હતું.