સાપુતારા ઘાટ માર્ગ મોટા વાહનો માટે ગોઝારો સાબિત થઇ રહ્યો છે. ત્યારે છેલ્લા એક મહિનામાં સાત જેટલા અકસ્માતો થયા છે. જેમાંથી છ જેટલાં અકસ્માતો મોટા ટ્રક તેમજ ટેમ્પોના થયા છે. ઘાટમાર્ગમાં એક બનાવમાં ટેમ્પો ખીણમાં ખાબક્યો હતો. અન્ય કિસ્સામાં ટ્રકની ક્લચપ્લેટ ફેલ થતા અકસ્માત સર્જાયો હતો.