કપરાડાની ગાઢવી પ્રાથમિક શાળામાં પાંચ જેટલા શિક્ષકો પ્રાથમિક શાળાના મકાનમાં દારૂ પીતા રંગે હાથ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અને ગાઢવી ગામ પંચાયતના સરપંચન મોહનભાઇના હાથે પકડાય જતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચર્ચાનો વિષય બન્યો હતો.વેકેશનના કારણે આ પ્રકરણ બહાર આવ્યું ન હતુ,પરંંતુ ગાઢવી પ્રાથમિક શાળાના આ 5 શિક્ષકોની બદલી ન થતાં ગ્રામજનોએ તાજેતરમાં બે દિવસ તાળાબંધી કરી વિરોધ નોંધાવ્યો હતો.