નવસારી વિજલપોર પાલિકાએ શહેરમાં 300થી 1000 ટકા સુધી એકસાથે આજીવન વાહનવેરો વધારવાનો નિર્ણય કર્યો છે. અનેક વર્ષો વેરો નહીં વધાર્યા બાદ એકસાથે ભારે વધારો કરવાનો નિર્ણય કરી દીધો છે. નગરપાલિકાઓની જે સ્વભંડોળની આવક છે તેમાં મિલકતવેરા તથા અન્ય વેરા સાથે વાહનવરો પણ છે. પાલિકાએ કમરતોડ વધારાનો ઠરાવ કરી 1 મહિનામાં વાંધા રજૂ કરવા જણાવાયું છે.