શિક્ષા અભિયાન 2023 અંતર્ગત બીઆરસી, યુઆરસી, સીઆરસી કોઓર્ડિનેટરની પોસ્ટ માટે ભરતીની જાહેરાત કરાઈ છે. જાહેરાત અનુસાર ગુજરાતમાં કોઈ પણ સ્થળે પોસ્ટ પર કામ કરવા ઈચ્છુક ઉમેદવારો 10 ડિસેમ્બર સુધીમાં અરજી કરી શકશે. આ નિયુક્તિનો સમયગાળો, શૈક્ષણિક લાયકાત સહિતની વિગતો વેબસાઇટ પર મૂકવામાં આવશે. ભરતી માટેની લેખિત પરીક્ષા રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા 31 ડિસેમ્બરે લેવામાં આવશે.