અમરેલીમાં માટી ખનન પકડાયું..
સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લામાં ખનીજ ચોરીની અનેક ફરિયાદો બાદ ખાણ ખનીજ વિભાગની ટીમે આળસ ઉડાવી દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી. અમરેલી કલેકટર અજય દહીયાના માર્ગદર્શન હેઠળ ખાણ ખનીજ વિભાગની અલગ અલગ ટીમોએ ધારીના ગઢીયા ગામમા ત્રાટકી સરકારી પડતર જમીમાં ગેરકાયદે રીતે મંજૂરી રોયલ્ટી વગર માટી ખનનને ઝડપી પડ્યું હતું.તેમજ સ્થળ પરથી 4 ડમ્પર 1 ટ્રેક્ટર મળી 5 વાહનો ઝડપી લેવામાં આવ્યા છે. તમામ મુદામાલ ધારી પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો છે.