કમોસમી વરસાદ બાદ રાજ્યભરમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે,તાપમાનનો પારો ગગડતા ઠંડી વધી છે.કચ્છના નલિયામાં પારો ગગડીને 10.4 ડિગ્રી પર પહોંચ્યો છે વધતી ઠંડીમાં કોલવેવથી નલિયા ઠુંઠવાયું છે,રાજ્યમાં આજે સૌથી ઓછું તાપમાન નલિયામાં નોંધાયુ હતુ.જોકે કચ્છના અન્ય ભાગોમાં નળિયાના પ્રમાણમાં ઠંડી ઓછી છે