નડિયાદ; ઉત્તરસંડા ITIના નિવૃત્ત આચાર્ય -ક્લાર્ક સામે ગુનો
નડિયાદ તાલુકાના ઉત્તરસંડા ગામ નજીક આવેલ સરકારી આઈટીઆઈના નિવૃત્ત આચાર્ય તેમજ સિનિયર ક્લાર્કએ પોતાની સત્તા બહાર રૂપિયા 5,73,44,198ની વિવિધ ખરીદી કરી સંસ્થાને નુકસાન પહોંચાડી વિશ્વાસઘાત કરી ઉચાપત કરી હોવાની ફરિયાદ વડતાલ પોલીસ મથકે નોંધાઇ છે.