વાપી જીઆઇડીસી સ્થિત રવેશિયા પાર્ક ખાતે સત્યમ બિલ્ડીંગમાં રહેતા અર્ચના કેશવ રાવે જીઆઇડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, તેમના પતિ કેશવ રાવ હોટેલ ગેલેક્ષીમાં મેનેજર તરીકે છેલ્લા 6 માસથી કામ કરતા હતા. નોકરીમાં અઠવાડિયામાં એક દિવસ નાઇટની નોકરી કરવાની હોય છે. સોમવારે નાઇટની નોકરીનો મેસેજ આવતા તેઓ સવારે નાઇટ યુનીફોર્મ લઇ નીકળી ગયા હતા. હોટલના જીએમ નોકરીને લઇને ત્રાસ આપતો હોવાના આક્ષેપ કર્યા છે.