દેવભૂમિમાં 'દેવદૂતો' કોઈનો જીવ જવા નહિ દે..!
સૌરાષ્ટ્રમાં સાંબેલાધાર વરસાદથી પૂર સ્થતિ સર્જાઈ છે,ખાસ કરીને દેવભૂમિ દ્વારકામાં બારેમેઘ ખાંગા થતા પૂર સંકટ સર્જાયું છે,દ્વારકાના ચરકલા રોડ પર ક્ષેત્રપાલ મંદિર ખાતે બે વ્યક્તિ ફસાઈ હોવાની જાણ થતા જ દેવદૂત બની સતત ખડેપગે દ્વારકા પોલીસ ટીમ તથા ફાયર ટીમે બોટ દ્વારા બંને વ્યક્તિઓનું સહી સલામત રેસ્ક્યુ કરી બચાવી લીધા હતા. સાંસદ પૂનમબેન માડમ સંકટની ઘડીએ એક્શનમાં છે ત્યારે સાંસદે પોલીસ અને ફાયરની ટીમની કામગીરીને પોતાના સોશ્યલ મીડિયા પેજમાં આ ઓપરેશનમાં યોગદાન કરનાર જવાનના શૌર્યને બિરદાવ્યા હતા.