અમદાવાદ શહેરનો સૌથી મોટો ખારીકટ કેનાલ રી-ડેવલપમેન્ટ પ્રોજેક્ટ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યો છે. 1200 કરોડના ખર્ચે કેનાલ પ્રોજેક્ટને લઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના સત્તાધીશો અને અધિકારીઓએ રાજ્યના મુખ્યમંત્રી સાથે બેઠક કરી હતી. રાજ્ય સરકાર અને મ્યુનિસિપલ કોર્પોરેશન બંનેની ગ્રાન્ટમાંથી આ કેનાલ પ્રોજેક્ટ તૈયાર થઈ રહ્યો છે. આ બેઠકમાં આજદિન સુધીનું પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, આ પ્રોજેક્ટ થકી શહેરમાં દુર્ગંધનો પ્રશ્ન દૂર થશે અને વરસાદી પાણી ભરવાથી ઉભરાતી ગટરોમાંથી અમદાવાદીઓને રાહત મળશે.