શહેરના આંબાવાડીમાં વિસ્તારમાં રહેતા એક વ્યક્તિને તેના ભાગીદાર સાથે નાણાંકીય બાબતને લઇને તકરાર ચાલતી હોય એલિસબ્રીજ પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. જેની તપાસ આસીસટન્ટ સબ ઇન્સ્પેક્ટર મહિપતસિંહ બારડને સોંપાઇ હતી. જેમાં બંને પક્ષે સમાધાન કરાવીને કુલ રકમના ૨૦ ટકાની માંગણી મહિપતસિંહે કરી હતી. જો કે રકઝકના અંતે ૨૫ હજારની રકમ નક્કી કરવામાં આવી હતી. એસીબીને ફરિયાદ ક મળતા સરખેજ ઉજાલા સર્કલ પાસે છટકું ગોઠવ્યું હતું.