એક માત્ર એજન્ડા પર મળશે કારોબારી સમિતિની બેઠક....
મહેસાણા પાલિકા દ્વારા વેરા શાખાના એક માત્ર એજન્ડા પર આગામી 26 જુલાઈના રોજ કારોબારી સમિતિની બેઠક બોલાવવામાં આવી છે.જેમાં વર્ષ 2023 અને 24 માટે જેમણે મિલકત સંબધિત વેરા બિલ અને આકારણી બાબતે વાંધાઓ રજૂ કરી સૂચનો કર્યા છે.તેવા 94 અરજદારને રૂબરૂ સાંભળવામાં આવશે.જ્યારે કુલ આવેલ 700 જેટલી અરજી માંથી 606 નો સ્થળ પર તપાસ કરી નિકાલ કરવામાં આવ્યો છે.