મહેસાણા જિલ્લામાં ફરજ બજાવતા હેલ્થ વર્કરોમાં કેટલાક નકલી ડિગ્રી ધરાવતા હોવાનુ સામે આવ્યુ છે. જિલ્લા વિકાસ અધિકારીએ આ મામલે હવે 11 હેલ્થ વર્કરને છૂટા કરવા માટે નોટીસ આપી છે. ખેરાલુ, વિજાપુર, વડનગર, ઉંઝા, બહુચરાજી, કડી અને સતલાસણાના આરોગ્ય કેન્દ્રમાં 10 વર્ષથી હેલ્થ વર્કર તરીકે ફરજ બજાવતા આ કર્મીઓને છૂટા કેમ ના કરવા એ અંગે ખુલાસો પૂછવામાં આવ્યો છે.