પાટનગર ગાંધીનગર ખાતે આડેધડ વાહન પાર્કિંગ અને લારી ગલ્લાઓના દબાણને કારણે ઉભી થતી સમસ્યાઓ નાથવા માટે છેલ્લા ઘણા સમયથી કોર્પોરેશન પાર્કિંગ અને સ્ટ્રીટ વેન્ડર પોલિસી તૈયાર કરી રહ્યું હતું. જેનો મુસદ્દો આખરે જાહેર કરી દેવામાં આવ્યો છે અને ગાંધીનગરના નાગરિકો પાસેથી વાંધા સુચનો મંગાવવામાં આવ્યા છે. જે અંતર્ગત હાલ અલગ અલગ વિસ્તારો નો પાર્કિંગ અને વેન્ડર ઝોન તરીકે પણ જાહેર કરવામાં આવશે.