જેટલી વિજળી વાપરો એટલા ધોરણે જ પ્રિ-પેઈડ રિચાર્જ કરાવવાની સગવડ સાથેના સ્માર્ટ વીજમીટર લગાડવાની યોજનાઈ શૃરૂઆત કરવામાં આવી રહી છે,સૌપ્રથમ રાજકોટ-જામનગરનો વારો છે.આ મહિનાના અંતે જામનગર અને રાજકોટમાં સ્માર્ટ વિજમીટર લગાડવાની શરૂઆત થઇ જશે.બીજી તરફ એક વર્ષમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં 23.66 લાખ સ્માર્ટ વિજમીટરો લગાવવાનો ટાર્ગેટ છે સ્માર્ટ વીજ મીટરથી ઉંચા બિલ સહિતની સમસ્યામાંથી છુટકારો મળશે તેમ મનાય છે.