કચ્છને અમદાવાદ સાથે જોડતા ધ્રાંગધ્રા હાઇવે મોતનો હાઇવે બની રહ્યો છે,ગુરુવારની વહેલી સવારે બનેલા ગમખ્વાર અકસ્માતમાં 4 લોકોના મોત થયા હતા,આ દરમિયાન ફરીએકવાર ધાંગધ્રા માલવણ હાઇવે પર ખિલાસરી ભરેલું ટેલરનું ટાયર ફાટતા પલટી મારી ગયું હતું.સદનસીબે ડ્રાઇવર કિલિનરનો આબાદ બચાવ થયો હતો અને મોટી દુર્ઘટના થતાં ટળી હતી. ધ્રાંગધ્રા તાલુકા પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તાપસ હાથ ધરી હતી.