બીલીમોરામાં 21 લારી ગલ્લાવાળાને 3750નો દંડ...
શાળા-કોલેજો તેમજ શૈક્ષણિક સંસ્થાઓના 100 વાર દૂર સુધી પાન-માવાની દુકાનો ખોલવા પર પ્રતિબંધ છે. તેમ છતાં અનેક લોકો આ નિયમનો છેદ ઉડાડી ખુલ્લેઆમ પાન-માવાનું વેચાણ કરતા હોય છે. બીલીમોરામાં શુક્રવારે જેથી તમાકુ નિયંત્રણ સેલની ટીમે આકસ્મિક ચેકિંગ હાથ ધર્યું હતું. જે દરમ્યાન 21 જેટલી દુકાનોમાં પ્રતિબંધિત તમાકુ બનાવટ વેચાણ મળી આવ્યો હતો તેમને રૂ. 3750નો દંડ ફટકાર્યો હતો.