પેટલાદમા પંચાયતની જમીનમાં દબાણ કરનારા શખસની પાસા હેઠળ અટકાયત...
પેટલાદમાં રહેતા યાસીન અબ્દુલ વ્હોરા દ્વારા ડેમોલ ગ્રામ પંચાયતની માલિકીની ગામતળની જમીન પર ગેરકાયદે કબજો જમાવી દેવામાં આવ્યો હતો. જે અંગે ની રજૂઆત અને ફરિયાદ બાદ સરકારી કર્મીઓ દ્વારા તે ખાલી કરવા જણાવ્યું હતું. પરંતુ ઈસમ દ્વારા જો કોઈ સરકારી કર્મી ત્યાં ખાલી કરવા જાય તો તેમના પર હુમલો કરવામાં આવતો હતો. આમ, આ શખસને પગલે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળતી હોય તેના વિરૂદ્ધ પાસા એક્ટ હેઠળ વોરંટ તૈયાર કરવામાં આવ્યું હતું. જ્યાં તેની ધરપકડ કરી પોરબંદર જેલમાં મોકલી આપવામાં આવ્યો હતો.