ખેડા જિલ્લામાં વાયરલ કન્ઝક્ટીવાઈટીસના શંકાસ્પદ 462 કેસો...
ચોમાસાની ઋતુમાં વાઈરલ ફીવર અને વાયરલ કન્ઝક્ટીવાઈટીસના કેસો નોંધાયા છે. ખેડા જિલ્લામાં પણ આવા કેસો બહાર આવ્યા છે. જિલ્લામાં વાયરલ કન્ઝક્ટીવાઈટીસના શંકાસ્પદ 462 કેસો છે. જ્યારે વાઈરલ ફીવરના 709 કેસો સરકારી દફતરે નોંધાયા છે. જોકે આરોગ્ય વિભાગ ડે ટુ ડે તાલુકા દીઠ વસ્તી સર્વેલન્સની કામગીરી હાથ ધરી આવા રોગોને નાથવા કામે લાગ્યું છે.