કચ્છમાં 24 કલાકમાં ભૂકંપના બે આંચકા..!!
વરસાદી આફત વચ્ચે હવે કચ્છવાસીઓને ભૂકંપના અચકાઓ ડરાવી રહ્યા છે,કચ્છમાં ભૂકંપના અચકાઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે,ગતરોજ 24 કલાકમાં કચ્છવાસીઓએ ભૂકંપના બે આંચકાનો અનુભવ કર્યો હતો, રાપરના ફતેહગઢ બાદ બીજા ભૂકંપના આંચકાનું કેન્દ્રબિંદુ ભચાઉમાં હતું.સાંજે 7.29 કલાકે ભચાઉ પાસે 3.1 ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો.