“સૌની યોજના” હેઠળ 393.67 કરોડના કામોનું લોકાર્પણ કરાશે...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વરદ્ હસ્તે આગામી તા.27 જુલાઈના રોજ સૌરાષ્ટ્રની જીવાદોરી સમાન “સૌની યોજના” હેઠળ લિંક 3ના રૂ.393.67 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલા પેકેજ-8 અને પેકેજ–9નું લોકાર્પણ કરવામાં આવશે.આ પેકેજ થકી સૌરાષ્ટ્રના 52,300 એકરથી વધુ વિસ્તારને સિંચાઈનો લાભ તેમજ 1 લાખ જેટલાં લોકોને મા નર્મદાના પાણીનો લાભ મળશે.