બહુચરાજીમા રેલવેનાળામાં પાણી નિકાલ ન કરાતાં ટ્રેન રોકીચક્કાજામ...
યાત્રાધામ બહુચરાજીમાં હારિજ તરફ જવાના માર્ગ પર આવેલા રેલવેના ગરનાળામાં છેલ્લા 20 દિવસથી વરસાદી પાણી ભરાયેલું હોવા છતાં રેલવે કે વહીવટી તંત્ર દ્વારા પાણીના નિકાલ માટે કોઇ વ્યવસ્થા નહીં કરાતા લોકોમાં રોષ વ્યાપ્યો હતો. ત્યરે રવિવારે સાંજના બહુચરાજીના પૂર્વ ધારાસભ્ય ભરતજી ઠાકોરની આગેવાનીમા 10થી વધુ ગામોના લોકોએ રસ્તો ચક્કાજામ કરી ટ્રેન રોકી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. સ્થાનિક પોલીસની દરમિયાનગીરી કરી પાણી ઉલેચવા પંપ ગોઠવવામાં આવતાં લોકોએ રસ્તો ખૂલ્લો કર્યો હતો.